


મોરબીના રવાપર ધૂનડા રોડ પર આવેલા વેલકમ ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા ઉપનિષદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંપન્ન થઈ છે. કથામાં સત્સંગ વિકાસ, વ્યસનમુક્તિ, તેંમજ દેશભક્તિ સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
મોરબીના સત્સંગ સમાજ દ્વારા તા.૨૩ થી ૨૯ સુધી ઉપનિષદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપનિષદ કથામાં પ્રવચન આપતા કથાકાર સંસ્કૃતાચાર્ય સતએ જણાવ્યું કે આધ્યાત્મિક માર્ગે વળવા માટે દરેક વ્યક્તિએ ગીતાના શ્લોક અને પાઠોનું પઠન અવશ્ય કરવું જોઈએ.
જોકે સતા અને સંપત્તિથી અસત્ય ઢંકાઈ જાય છે. આખી દુનિયાની સંસ્કૃતિ કરતા ભારત દેશની સંસ્કૃતિ મહાન છે. પરંતુ તેનું પતન થઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે. આ પતનનું મૂળ કારણ વ્યસન જેવા દુર્ગુણો છે. ત્યારે યુવાનોને વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપવા ઉપરાંત સત્સંગ વિકાસ અને દેશભક્તિ જેવા સંદેશાઓ આપવામાં આવ્યા હતા.

