



નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમીટ ૨૦૧૭ ના પ્રચાર પ્રસાર માટે દુનિયાના અનેક દેશો ફર્યા બાદ મોરબી સિરામિક એશો. અને ઓકટાગોન કોમ્યુનીકેશન દ્વારા દેશમાં વાઈબ્રન્ટનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ રાજ્યમાં ફરીને વેપારીઓ, રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે જે અંતર્ગત તાજેતરમાં સિરામિક એસોસીએશનના પ્રમુખ નીલેશ જેતપરિયા અને ઓકટાગોન કોમ્યુનીકેશનના સંદીપ પટેલ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથને મળ્યા હતા જેની સાથે વાઈબ્રન્ટ સિરામિક અંગે ચર્ચા કરીને એક્ઝ્હીબીશન અંગે માહિતી આપવામાં આવી હતી અને વાઈબ્રન્ટ એક્સ્પોમાં પધારવા માટેનું નોતરૂં પાઠવીને આમંત્રિત કરવામાં આવ્યા છે.

