

હળવદમાં ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા હળવદ તાલુકાના રાણેકપર ગામના વતની અજિત ચન્દુભાઈ ઝીંઝુવાડિયા જેના પિતા થોડા વર્ષો પહેલા અવસાન પામેલા છે.જેથી અજિત ને ભણાવવા માટે તેની માતા મજુરી કામ માટે જાય છે અને ઘણી વખત મજુરી કામ પણ મળતું નથી. તથા રાત્રે ભૂખ્યા સૂવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.તેમજ અજિત પણ રજા ના દિવસો મા માતા ને મદદ કરવા મજુરી કરવા સાથે જાય છે. ઘર ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મારે કંઈક બનવું છે એવી આશા સાથે નવા રાણેકપર થી હળવદ માં આવેલ શ્રી સઁસ્કાર વિદ્યાલય માં ૭ કિમી. ચાલીને ભણવા માટે જવું પડતું હોવાથી.આ વાતની ફ્રેન્ડસ ગ્રુપ ને જાણ થતા અજિત ને હળવદ આવવા જવા માટે સગવડતા રહે તેથી સાયકલ આપવા માં આવી.જેથી કરીને અજીત અભ્યાસમાં આગળ પરિવારનું ભરણ પોષણ કરી છે.આ પ્રોજેકટ મા ગ્રુપના પ્રમુખ વિશાલ જયસ્વાલ ,દિવ્યાંગ શેઠ, બીપીનભાઈ કાપડીયા, પ્રીયેશ શેઠ, શિવાંગ ઠકકર, અમન ભલગામા, દિપ પટેલ, મયુરભાઈ પરમાર, અાફતાબ લોટા, હાદિઁક પરીખ વગેરેએ જહેમત ઉઠાવી હતી.