



ઓ હો હો,નકરો માવો,નકરો માવો એય ધૂબાકા. . . આવા સંવાદો અને ઉહુંહુંહું. . જેવા ઉદ્દગારો,લહેકા ગુજરાતી ફિલ્મો માટે તો વર્ષો પહેલાં ભૂતકાળ બની ગયા છે. જેના નામે આ લહેકા અને આ અદાઓ,નજાકતો છે તે રમેશ મહેતા પણ હવે ઈતિહાસ બની ગયા છે. ગુજરાતી હાસ્યના શહેનશાહ અને ગુજરાતી ફિલ્મોના માધ્યમથી હજારો દર્શકોને ખડખડાટ હસાવનાર સ્વ. રમેશ મહેતા આજથી 10 વર્ષ પૂર્વે આ ફાની દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હતા. ત્યારે મોરબીના જાણીતા હાસ્ય કલાકર અને જુનિયર રમેશ મહેતા તરીકે ઓળખાતા મયૂર બાપા દ્વારા આગામી 22 જૂને તેમને અનોખી શ્રધ્ધાંજલિ આપશે.
જેની વધુ માહિતી માટે જુનિયર રમેશ મહેતા(મયુરબાપા) મો.972661285,સરવૈયા સિદ્ધરાજસિંહ મો.9739939697 પર સંપર્ક કરવો.

