મોરબીમાં નિશુલ્ક ટ્યુશન કલાસીસ દ્વારા શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ૨૧ મી સદીને જ્ઞાનની સદી કહેવામાં આવે છે જોકે આજના મોંઘવારીના યુગમાં શિક્ષણ મોંધુ થતું જાય છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો પણ શિક્ષણથી વંચિત ના રહી જાય તેવા હેતુથી મોરબીમાં યુવાનો દ્વારા નિશુલ્ક ટ્યુશન કલાસીસનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે જે કલાસીસનો ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે 

મોરબીના વાડી વિસ્તારમાં ક્પોરીવાડીમાં જય બજરંગ મિત્ર મંડળ દ્વાર ફ્રી ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા છે જેમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર દરેક બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સેવાભાવી એવા ૭ બહેનો અને ૮ ભાઈઓ એમ કુલ ૧૫ યુવાનોની ટીમ જય બજરંગ ટ્યુશન કલાસીસના માધ્યમથી શિક્ષણનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે જે કલાસીસનો હાલ ધોરણ ૧ થી ૧૦ ના કુલ ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે જય બજરંગ ટ્યુશન કલાસીસનો મુખ્ય હેતુ છે કે કોઈ બાળક શિક્ષણ વગર રહે નહીં દરેક વિધાર્થીઓ સમાન રીતે શિક્ષણ મેળવે તેવા હેતુથી યુવાનો શિક્ષણના અભિયાનને આગળ ધપાવી રહ્યા છે  ટ્યુશન કલાસીસને જય બજરંગ મિત્ર મંડળ તથા સતવારા સહકાર મંડળ દ્રારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે 

Comments
Loading...
WhatsApp chat