

સમગ્ર પંથક હાલ ગણપતિ ગજાનનની ભક્તિમાં લીન છે ત્યારે રાજકોટમાં આવેલ સિંધી કોલોનીમાં જય ઝૂલેલાલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાત્રીના કેન્ડલ આરતી કરવામાં આવી હતી અને આ આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
દેવાધી દેવ ગણપતિ મોહત્સવ ઉજવણી હાલ ધામધૂમથી ચાલી રહી છે તો જ્યાં જોવો ત્યાં ગણપતિ બાપા મોર્ય નાદ સાંભળવા મળે છે ત્યારે રાજકોટના સિંધી કોલનીમાં જય ઝૂલેલાલ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી સિંધી કોલની કા મહારાજા નું આયોજન કરવમાં આવે છે જેમાં તાજેતરમાં છપનભોગ નું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં આવેલા તમામ ભક્તો દ્વારા કેન્ડલ આરતી કરી ને અનોખું આકર્ષણ જમાવા આવ્યું હતું



