Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામે ફોરટ્રેક કામગીરીમાં અન્ડરપાસ બ્રીજની માંગ

મોરબી રાજકોટ હાઇવે પર આવેલા લજાઈ ગામ નજીક પ્રસિદ્ધ આશ્રમ આવેલ હોય અને ગામના લોકોને આખો દિવસ રોડ ક્રોસ કરવાનો થતો હોય જેથી ફોરટ્રેક હાઈવેમાં અન્ડરપાસ બ્રીજ બનાવવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી રાજકોટ ફોરટ્રેક હાઈવે કામગીરી હાલ ચાલી રહી છે જે હાઈવે પરના લજાઈ ગામે જોગડુંગરી બાપુના આશ્રમે જવા મત ગામથી આશ્રમ વચ્ચે ફોરટ્રેક રોડ આવશે તેમજ ગ્રામજનો, ખેડૂતો સહિતનાઓને રોડ પર અવરજવર રહેતી હોય જેથી લજાઈ ગામે હાઈવેમાં અન્ડરપાસ બ્રીજ બનાવવામાં આવે તો ખેડૂતોને સાયકલ, ગાડા દ્વારા કે પગપાળા ચાલીને જવામાં સરળતા રહે તેમ છે અને લજાઈ ગામથી જોગડુંગરી આશ્રમ ભક્તો જતા હોય છે જેથી લજાઈ ગામે અન્ડર પાસ બ્રીજ બનાવવા યોગ્ય કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat