જળ સંચય યોજના અંતર્ગત માણાબા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી



ગુજરાત સરકારના આદેશ મુજબ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સુજલામ સુફલામ યોજના ૨૦૧૮ જળ સંચય યોજના અંતર્ગત મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
માળિયા તાલુકામાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરીમાં માળિયા (મી.) તાલુકા સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીએશન દ્વારા આ પ્રવૃત્તિ જોશભેર ચાલી રહી છે. જીલ્લા વહીવટી તંત્રની સીધી જ દેખરેખ હેઠળ ચાલતી આ તળાવ ઊંડા ઉતારવાની કામગીરી અંતર્ગત અનેક ગામોમાં કામગીરી પૂર્ણ થઇ છે જયારે અન્ય ગામોમાં કામગીરી પ્રગતિમાં છે.
જળ સંચય યોજના અંતર્ગત દેવ સોલ્ટ દ્વારા પણ હરીપર, ખીરઈ, વેણાસર, વિદરકા અને માણાબા ગામે કાર્યવાહી ઉત્સાહથી ચાલી રહી છે. માળિયા તાલુકાના મામલતદાર સોલંકી અને ગામના તલાટીઓ પણ આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈને સમાજ સેવામાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. દેવ સોલ્ટ દ્વાર પણ આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

