Billboard ad 1150*250 Billboard ad 1150*250

ભાજપના શાસનમાં માલધારી પરિવારો ભયના ઓથાર હેઠળ, DY. CM ને ખુલ્લો પત્ર

માલધારી અગ્રણી રમેશ રબારીએ લખ્યો પત્ર, સરકારની ઝાટકણી કરી

ભાજપના શાસનમાં માલધારી રબારી અને પશુપાલક પરિવારો અજંપા સાથે અસલામતીભરી જિંદગી જીવી રહ્યા છે અને છેલ્લા ઘણા વખતથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં માલધારી પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી જણાવ્યું છે કે આપના મતક્ષેત્રના ગામ કડી તાલુકાના ખેરપુર ગામના જ માલધારી પરિવારના ગૌભક્ત સેવાભાવી રાજુભાઈ રબારીનું ખૂન જે તે વિસ્તારના કસાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે મહેસાણા જીલ્લાના અનેક કસાઈ ખાનેથી ગાય બળદોને આમારનાર વ્યક્તિએ છોડાવેલ છે તેમજ કતલખાના બંધ કરાવેલ આ વિસ્તારમાં પશુ ચોરી પણ બંધ કરાવી હાતી તેમજ આવી પ્રવૃતિઓ કરનાર સામે સખત વિરોધ કરતા હતા જેના કારણે જ તેની હાત્યા થયાનું સ્થાનિકે તપાસ કરતા જાણવા મળ્યું છે વધુમાં મરણ જનાર ચુસ્ત હિન્દુવાદી માનસ ધરાવતો હતો અને ગૌભક્ત હોવા છતાં હિન્દુવાદી વિચારના ભાજપના નાયબ મુખ્યમંત્રી પદ પર તમે બિરાજમાન છો છતાં આપના વિસ્તારમાં અવ બનાવો દુખદ છે

રબારી માલધારી યુવાનના હત્યારાઓ આપના રાજકીય ટેકેદારો હોય તેઓ સામે કડક કાર્યવાહી થતી નથી તેવું સ્થાનિકોની ચર્ચામાં જાણવા મળ્યું છે તેવા સંજોગોમાં આ બનાવ ભારે શરમજનક છે. તમે હત્યારાઓને છાવરી રહ્યા છો તે પણ એક હિન્દુવાદી સરકાર માટે આશ્ચર્યજનક છે હળવદ ધ્રાંગધ્રા ડબલ મર્ડર, સુરેન્દ્રનગર શહેરમાં ભરવાડ શખ્શનું મર્ડર, મોરબી જીલ્લાના લજાઈ ગામે, રાજકોટણા સાંસદ મોહનભાઈ પટેલ દ્વારા કોમવાદી વલણ દાખવી માલધારી પરિવારોને મુશ્કેલી ઉભી કરી સામાજિક બહિષ્કાર સાથે તેમના ઘર વખરી અને વાડાઓ જેસીબીથી નાશ કરી નિરાધાર બનાવેલ છે

તેમજ વાઘોડિયાના આપના પક્ષના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એવું જાહેરમાં બોલે છે કે ભરવાડ સમાજને જીવતા નહિ છોડું જેથી માલધારી પરિવાર ભયના ઓથાર હેઠળ જીવે છે અને રાજ્યના તમામ સમાજ વચ્ચે ભાઈચારો અને સુલેહ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat