

લોકસભાની ચુંટણીની તમામ તૈયારી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીને એક એસ.આર.પી. ટુકડી ફાળવવામાં આવી છે.મોરબીમાં લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી એ ડીવીઝન પોલીસ, એસ.સી.બી., એસ.ઓ.જી. દ્વારા મોરબીના ઉમિયા સર્કલથી ફલેગ માર્ચ યોજવામાં આવી છે હતી
જે ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, અયોધ્યાપુરી રોડ, રેલ્વે સ્ટેશન, વીસી ફાટક, નગર દરવાજા, રવાપર રોડ થઈને ઉમિયા સર્કલએ પૂર્ણ કરવામાં આવી હતી.આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી મુકેશ ચૌધરી, એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી સહિતના ૧૫૦ થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા અને લોકોમાં કોઈપણ જાતનો ભય ના રહે તેવા હેતુથી આ ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.