પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩.૫૦ લાખ સુધીની મકાન સહાય મળશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે ૩.૫૦ લાખ સુધીની મકાન સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે તેમજ ઈડબલ્યુએસ એમ.આઈ.યુ.આઈ.જી યોજના હેઠળ મોટી રકમની લોન પર ૨.૬૭ લાખ સુધીની વ્યાજ સબસીડી આપવામાં આવે છે

મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતા લાભો અંગેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવાસ યોજના અંતર્ગત મોરબી શહેરમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મકાન ના હોય તેવા લોકોને ખુલ્લા પ્લોટમાં મકાનો બનાવવા માટેની યોજના હેઠળ જુદા જુદા છ તબક્કામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ ૩.૫૦ લાખની સહાય આપશે

તો અન્ય યોજના અંતર્ગત મકાન ખરીદવા માટે લાભાર્થીઓને ત્રણ લાખથી ઓછી આવક મર્યાદા લાભાર્થીને ૬.૫ ટકાના વ્યાજદરે રૂ. ૬ લાખથી ૨૨.૫૦ લાખ સુધીની લોનમાં ૨.૬૭ લાખ સુધીની વ્યાજ સબસીડી આપવામાં આવશે જેથી જરૂરિયાતમંદ નાગરિકોએ લાભ લેવા ચીફ્ર ઓફિસર ગીરીશ સરૈયાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat