મોરબીના મુખ્યમાર્ગો પર તંત્ર દ્વારા અનઅધિકૃત બોર્ડ દુર કરવામાં આવ્યા

મોરબીના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગસ પાલિકા અને પોલીસ તંત્ર સાથે મળીને દુર કર્યા હતા અને આ કાર્યવાહી આગમી દિવસોમાં પણ ચાલુ રહશે તેવું તંત્ર દ્વારા જણાવામાં આવ્યું હતું

મોરબી એટલે ઉધોગનગરી પણ તેના માટે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક તેને દુર કરવામાં માટે તંત્ર દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવે છે પણ તેમાં જોઈ તેટલી સફળતા મળતી નથી તે વાત સાચી છે તો આજે મોરબી નગરપાલિકા તેમજ પોલીસ ની ટીમ દ્વારા સવારથી શહેરના મુખ્યમાર્ગ ભક્તિનગર થી શનાળા રોડ પર આવેલા કેટલા અનઅઘીકૃત હોર્ડિંગસ ,બેનર અને બોર્ડ જે અડચણ રૂપ હતા તેને દુર કરવમાં આવ્યા હતા

આ અગે પાલિકના ચીફ ઓફીસર ગીરીશ સૈરયા ટેલીફોનીક વાત ચિત માં જણવાયું હતું કે આજે લગભગ ૩૦ જેટલા આવા દબાણો દુર કરવમાં આવ્યા છે અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી જેથી આવા બોર્ડ લગાવનર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પણ આ કાર્યવાહી નક્કર પરણીમાં આવું જોઈ તેવું લોકો ઈચ્છી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat