



મોરબી માં છેલ્લા ૮ વર્ષથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે મોરબીના ગરબા પ્રિય ખેલૈયાઓ માટે જાજરમાં આયોજન કરવામાં આવ્યું છે.
ઉમિયા નવરાત્રીમાં એકત્ર થનાર ફાળો મોરબીમાં પટેલ સમાજ વાડીના નિર્માણના શુભ કાર્યમાં વાપરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ઉમિયા નવરાત્રી મહોત્સવમાં દર વષે અલગ અલગ સહાય કરવામાં આવી રહી છે જેમ કે ૨૦૧૦ માં શ્રી અપૂર્વામુની સ્વામીની આદ્યાત્મિક જ્ઞાન શ્રવણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ૨૦૧૧ માં નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ ના સ્ટેચ્યુ સાથે સર્કલ બનાવી મોરબીની જનતા ને અર્પણ કર્યું ૨૦૧૨ માં ભાણદેવજી આશ્રમ જોધપર ખાતે પાણીના બોરની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી ૨૦૧૪ માં રવાપર ચોકડીથી રફાળેશ્વર સુધી વૃક્ષ ઉછેર માટે નિયમિત પાણી મળી રહે એ માટે ટ્રેક્ટર અને ટેન્કરનું આયોજન કરવામાં આવેલ
૨૦૧૫ માં મોરબી ના લોકોને અમદાવાદ પાટીદાર સંમેલનમાં આવવા-જવા માટે ૨૫ બસ નું આયોજન ૨૦૧૬ માં મોરબી સીટીમાં સી.સી. ટીવી કેમેરા ગોઠવવા માટે ઉમિયા નવરાત્રી તરફથી ૧૦ કેમેરા અને ૧૦ ટાવરનું પણ યોગદાન આપવામાં આવ્યું હતું ઉમિયા નવરાત્રી મહોત્સવનો મુખ્ય ઉદેશ મોરબીના પાટીદાર દીકરા – દીકરીઓ શાંત વાતાવરણમાં ગરબા રમી શકે અને ભવિષ્યમાં મોરબીમાં પટેલ સમાજ વાડી નું નિર્માણ થાય એ મુખ્ય ઉદેશ થી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ ઘણી મહેનત કરી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહયું છે.
આ વર્ષ ૨૦૧૮ માં મોરબી ની ઉમિયા નવરાત્રી 10-10 થી 18-10સુધી લેક્સેસ ગ્રાઉન્ડ , લીલાપર રોડ પર આયોજન કરવા માં આવ્યું છે જેમાં ઉમિયા નવરાત્રી દ્વારા લેડીશ અને જેન્ટ્સ ને અલગ અલગ ટાઈમમાં ફ્રી દાંડિયા કલાસીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે



