મોરબીમાં ઉમિયા માનવસેવા ટ્રસ્ટનો પંચામૃત વાર્ષિકોત્સવની ઉજવણી

ઉમિયા માનવસેવા ટ્રસ્ટ – મોરબી દ્વારા પંચામૃત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં વસતા ૨૦૪ ગરીબ નિરાધાર વિધવા પરિવારો છે જેને આ ટ્રસ્ટ તરફથી દર મહિને ૧૦૦૦ રૂપિયા અને સીદસર મંદિર તરફથી મહિને ૫૦૦ રૂપિયા આર્થીક સહાય આપવામા આવે છે આ ૨૦૪ પરિવારોને ઘરમાં જેટલા વ્યક્તિઓ હોય એમના માટે વસ્ત્રપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું ૫૦૦ વ્યક્તિઓને સુંદર સારી ક્વોલિટીના વસ્ત્રોની કીટ પુરી પાડવામાં આવી અને ૧૦ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉમા સમાધાન પંચ, ઉમિયા મેરેજ બ્યુરો.સમૂહ લગ્ન સમિતિ, ઉમિયા અમૃતમ યોજનામાં કામ કરતા પાયાના કર્મયોગી કાર્યકર્તાનું તેમજ કલાસ 1 અને 2 ની પરીક્ષા પાસ કરી ડૅ.કલેકટર, મામલતદાર તરીકે ફરજ બજાવતા ડો.મેહુલ બરાસરા.જયસુખ લિખિયા,મયુર ભાલોડિયા,જય બાવરવા,તેમજ શ્રેષ્ઠ સિ.આર.સિ.અને શ્રષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શૈલેષ ક્લારિયા અને જીતેન્દ્ર પણચોટીયા વગેરેનું સન્માન કરવામાં આવ્યું, ઉધોગપતિ અને પાટીદાર ભામાંસા વેલજીભાઈ ઉઘરેજા (બોસ) નું એકલાખ અગિયાર હજાર એકસો અગિયાર જેટલા વૃક્ષઓ ઉછેરવા બદલ અને પાંજરાપોલના પ્રમુખ તરીકે સેવા આપવા બદલ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મોહનભાઇ કુંડરિયા સાંસદ,બાવનજીભાઈ મેતલિયા, કે.જી.કુંડરિયા , નિલેશભાઈ જેતપરિયા. વગેરે હાજર રહી ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા પોપટભાઈ કગથરા,ગોપાલભાઈ ચારોલા,પોપટભાઈ ગોઠી વગેરે તેમજ ટ્ર્સસ્ટના કાર્યકરો એ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat