યુવા રન ફાઉન્ડેશન આયોજિત યોગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલનો દબદબો


તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ઉમા વિદ્યા સંકુલના ૯ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા
યુવા રન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ આત્મીય યુનીવર્સીટી ખાતે ૫૧ લાખના આકર્ષક ઇનામ સાથેની મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જીલ્લાની યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મોરબીના ઉમા વિદ્યા સંકુલના ૯ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે
મોરબી જીલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉમા વિદ્યા સંકુલના સિલેક્ટ થયા છે જેમાં સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓ અંડર – ૧૦ માં જેતપરિયા સ્મિત (તૃતીય નંબર), મારવણીયા ધર્મ ( છઠ્ઠો નંબર), અંડર – ૧૫ માં ઉભડીયા હેતાંશ (પ્રથમ નંબર), ભલાણી મુકુંદ (બીજો નંબર), ઉકાણી વિવેક (ચોથો નંબર), ઉભડિયા વિધિ ( સાતમો નંબર) તથા અંડર – ૨૦ માં પટેલ વેન્સી (તૃતીય નંબર) , ઉભડિયા ધ્રુવી (પાંચમો નંબર), પરેચા મિત્તલ (છઠ્ઠો નંબર) રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે આ તમામ વિદ્યાર્થીઓને યુવા રન ફાઉન્ડેશનના હરેશભાઈ કૈલા તથા શાળા પરિવારના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને આચાર્ય હિતેષભાઈ સોરીયાએ અભિનંદન પાઠવ્યા છે



