મોરબી જીલ્લા કક્ષાની શુટિંગ વોલીબોલ સ્પર્ધામાં ઉમા સ્પોર્ટ્સ ટીમ વિજેતા

ખેલ મહાકુંભ ૨૦૧૮ શુટિંગ વોલીબોલ જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે યોજાયેલ જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેમ્પિયનનું પદ ઉમા સ્પોર્ટ્સ લાતી પ્લોટ ઓપન એઈજમાં અને ૪૦ અબવમાં પણ ઉમા સ્પોર્ટ્સ દર વર્ષની જેમ મોરબી જીલ્લામાં વિજેતા બની છે

આજના યુવાનો ઇન્ટરનેટ, ટીવીના યુગમાં આઉટ ડોર ગેઈમ રમી યુવાનોને પણ શરમાવે તેવી રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું જેમાં કિશોરભાઈ શેરશીયા, સંતોષભાઈ વિડજા, દીપકભાઈ વ્યાસ, તરુણભાઈ અઘારા, દીપકભાઈ બાવરવા, કાન્તિલાલ હાલપરા, સંજયભાઈ ઠોરીયા અને ઉમા સ્પોર્ટ્સના ખેલાડીઓએ સુંદર પ્રદર્શન કર્યું હતું અને મોરબી જીલ્લામાં વિજેતા બની છે

Comments
Loading...
WhatsApp chat