આખરે આઠમાં દિવસે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ સમેટાઈ, ઉદ્યોગોને હાશકારો

ટ્રક ટ્રાન્સપોર્ટરો દ્વારા દેશવ્યાપી હડતાલ કરવામાં આવી હોય જેથી શાકભાજીથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત દેખાવા લાગી હતી તો ઉદ્યોગની માઠી દશા થઇ હતી જોકે આજે પરિવહન મંત્રી સાથેની બેઠક સફળ રહી હતી અને આઠમાં દિવસે ટ્રાન્સપોર્ટ હડતાલનો સુખદ અંત આવતા ઉદ્યોગોએ રાહતનો શ્વાસ લીધો છે.

વિવિધ પડતર માંગણીઓને લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા દેશવ્યાપી હડતાલ તા. ૨૦ થી શરુ કરવામાં આવી હતી જેમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો જોડાઈ જતા મોરબીના સિરામિક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ બગડી હતી તો સિરામિક ઉદ્યોગને દરરોજ કરોડોનું નુકશાન સહન કરવા ઉપરાંત એકસપોર્ટ અટકી જતા ડબલ ફટકો પડ્યો હતો અને રો મટીરીયલ્સનો સ્ટોક ખલાસ થઇ જતા યુનિટો શટ ડાઉન લેવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી

જોકે આજે પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથેની બેઠક સફળ રહી હતી અને ટ્રાન્સપોર્ટ એસોની માંગણીઓ સરકારે સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો છે ત્યારે આજથી મોરબીના યુનિટો શટ ડાઉન લેવાની તૈયારીમાં હતા અથવા તો શટ ડાઉન કર્યા હોય જોકે તુરંત કિલન શરુ કરી દેવાતા નુકશાની સહન કરવી નહિ પડે

તો વળી રો મટીરીયલ્સનો સ્ટોક ખૂટી ગયો છે જે સપ્લાય ચેન લગભગ સપ્તાહમાં સામાન્ય થઇ જશે તેવી માહિતી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા પાસેથી પ્રાપ્ત થઇ છે તો આઠમાં દિવસે હડતાલ સમેટાઈ જતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા કર્મચારીઓ ઉપરાંત સિરામિક ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ સહિતનાઓમાં ખુશીની લહેર જોવા મળી છે

Comments
Loading...
WhatsApp chat