Billboard ad 1150*250

મોરબીમાં શાળા-કોલેજોમાંથી ડોમ અને પ્લાસ્ટિકના છાપરા દુર કરવા અલ્ટીમેટમ, VIDEO

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આઠ દીવસમાં કાર્યવાહીની માંગ, આંદોલનની ચીમકી

Post ad 2

        સુરતની દુર્ઘટના બાદ શાળા-કોલેજો અને ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટી સુવિધા માટે તંત્ર જાગૃત બન્યું છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા મોરબીના જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવીને શાળા-કોલેજોમાં ડોમ અને પ્લાસ્ટીકના છાપરા દુર કરવાની માંગ કરી છે

મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આજે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ જેવા વિસ્તારમાં શાળા અને કોલેજમાં જે ડોમ બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે તે બિલકુલ અસુરક્ષિત છે ફાયર અને સેફટીના કોઈ સાધનો હાજર નથી હોતા થોડા સમય પૂર્વે જ સુરતમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેવી મોરબીમાં બને શું તંત્ર તેની રાહ જુએ છે તેમ જણાવીને સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં ડોમ ઉતારતા હોય તો મોરબીમાં કેમ નહિ ? જો કોઈ એવી દુર્ઘટના મોરબીમાં બનશે તો એના માટે જવાબદારી તંત્રની રહેશે જેથી દિવસ ૮ ની અંદર આવી સંસ્થા સામે કાયદેસર પગલા લેવામાં નહિ આવે તો મોરબી જીલ્લા એનએસયુઆઈ તેના સામે ઉગ્ર વિરોધ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે સાથે જ મોરબી જીલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા તમામ કોચિંગ ક્લાસ પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે

 આવેદન આપતી વેળાએ આગેવાનો કે ડી બાવરવા, શકિતપlલસિંહ ચુડાસમા, કે.ડી.પડ્સુંબિયા, રાજુભાઈ કાવર, મનોજભાઈ પનારા, ભાવેશભાઈ, દિવ્યેશ કાચરોલા, હરેશભાઈ, હસુભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, લાલુભા ઝાલા, રોહિત, વિશ્વજીતસિંહ, રવજીભાઈ, સુરેશભાઈ, કુલદીપસિંહ અને અન્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat