

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું છે અને એકબીજા દેશો પર ડ્યુટી લાદી ઈમ્પોર્ટ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે તેવી સ્થિતિમાં ચીન સાથે સીધી સ્પર્ધા કરતા મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો મળી સકે છે તો આ તકને એનકેશ કરવા માટે સિરામિક એસોએ કમર કસી છે
વૈશ્વિક માર્કેટમા મોરબીની સિરામીક પ્રોડકટ એકસ્પોર્ટ માટેની ઉત્તમ તકો રહેલી છે કારણકે ડોલરની મજબૂતાઇથી મોરબી સિરામિક ઉદ્યોગના ભાવ ચીન સામે સારી રીતે મેચ થાય છે અને સિરામીક પ્રોડકટમા અમેરિકન માર્કેટમા સૌથી વધુ ઇમ્પોર્ટ ચીનથી થાય છે તેમજ સિરામિક ઉદ્યોગનો પ્લસ પોઈન્ટ એ છે કે મોરબીની સિરામીક પ્રોડકટની ક્વોલીટી પણ ચીન કરતા ચડિયાતી છે જેથી અમેરિકા ચાયના ટ્રેડ વોરમા ડયુટી પણ ચાયના ઉપર વધુ હોય અત્યારે અમેરિકા માર્કેટને ફોકસ કરી ને એકસ્પોર્ટ વધારવા માટે જે તકો છે તેને મોરબી ઝડપી લે તો અત્યારે મોરબીની જે ડીમાન્ડ અને સપ્લાયના રેશીયામા જે પણ ૧૦-૧૫% એકસ્ટ્રા ઉત્પાદન છે તેને આરામ થી આ માર્કેટ મા સમાવી શકાય તેમ છે
જે તકનો લાભ લેવા માટે મોરબી સિરામિક એસો આગામી સમયમાં અમેરિકામા જુદા જુદા શહેરોમાં રોડ શો યોજી અને મોરબી ના સિરામીક ઉધોગને ત્યાં સુધી પહોંચાડવા માટે પ્લાન કરીને આ માર્કેટને ટાર્ગેટ માર્કેટ કરવા માટે મોરબી સિરામીક એશોસીએસનની પ્રમોસન ટીમ સ્પેશિયલ પ્લાન કરશે જેના માટે કેન્દ્ર સરકાર તેમજ ભારતીય રાજદૂતોનો પણ કોન્ટેકટ કરીને આગામી સમયમાં અમેરિકામા થનાર એકસીબીસનમા પણ મોરબી સિરામીક એશોસીએસન પેવેલીયન રાખીને પ્રમોસન દ્વારા આ વિશ્વના સૌથી મોટા માર્કેટ મા પહોંચાડવા બધા જ પ્રયત્નો દ્વારા ટાર્ગેટ સાથે મોરબીની પ્રોડકટ પહોંચાડશે અને તેના માટે સ્પેશિયલ ટીમો તૈયાર કરીને આ આવેલ સુવર્ણ તકમા વેપારની જે તકો છે તેને ઝડપવા એશોસીએસન બધી જ રીતે મેમ્બરો ને મદદ કરશે અને ડીમાન્ડ સપ્લાયને કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવશે તેમ સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે



