Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ બેઠકના પ્રકાર જાહેર કરાયા

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં આવેલ ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે ત્યારે તંત્રએ ચુંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે અને મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ બેઠકના પ્રકાર માટેની યાદી જાહેર કરવામાં આવી છે

જેમાં મોરબી તાલુકાના ૧૦૪ ગામો, માળિયા તાલુકાના ૪૧ ગામો, હળવદ તાલુકાના ૭૦ થી વધુ ગામો, ટંકારા તાલુકાના ૪૫ ગામો અને વાંકાનેર તાલુકાના ૯૦ ગામોમાં ચુંટણી પૂર્વે સરંચ બેઠકના પ્રકાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય સ્ત્રી અનામત, સામાન્ય બિન અનામત, અનુ. આદિજાતિ સ્ત્રી, અનુ. જાતી સામાન્ય, સામાજિક અને શૈક્ષણિક પછાત સ્ત્રી સહિતના બેઠકના પ્રકારો જાહેર કરવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat