બે માસ પૂર્વે એક્ટિવા ચાલકને છરી મારી નાશી ગયાના કેસમાં એલ.સી.બી.એ બેને જડપ્યા

મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ મોરબી જીલ્લામાં બનતા શરીર સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી.ઇન્ચાર્જ પી.આઈ.આર.ટી.વ્યાસની સૂચનાથી એલ.સી.બી.ટીમના રજનીકાંત ધનજીભાઇ કૈલા,નંદલાલભાઈ વરમોરા,સુરેશભાઇ હુંબલ અને જયવંતસિંહ ગોહિલને સૂચના આપતા રજનીકાંતભાઈ અને જયવંતસિંહને બાતમી મળેલ કે મોરબી શનાળા જી.આઈ.ડી.સી.નજીક શુભ હોટલ પાસે એક મોટર સાઇકલ સાથે એક કાળા કલરના એક્ટિવા વાળાએ પાછળથી ભટકાડી સાથળમાંસી છરી મારી નાશી ગયેલ હતો તે મકબૂલ હસનભાઇ રાઠોડ (ઉ.24)રહે-સિપાઈવાસ,મોરબી અને હુસેનભાઇ યુસુફભાઈ બેલીમ (ઉ.21) રહે.સિપાઈવાસ,મોરબી બંને ઇસમો તે જ એક્ટિવા સાથે ગ્રીનચોકમાં આવેલ જે માહિતી મળતા એલ.સી.બી.ટિમ ત્યાં પહોચીને શંકાસ્પદ ઇસમો મળે આવેલ જેને એલ.સી.બી.કચેરીએ લાવી વિસવાસમાં લઈ જીણવટ ભરી પૂછપરછ કરતાં તેઓએ ગુનાની કબૂલાત આપતા ધરપકડ કરી મોરબી એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat