


મોરબીના રાપર ગામે ગત રાત્રીના બે વર્ષનું બાળક રેતીમાં રમતું હોય ત્યારે અચાનક રેતીમાં દટાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું.
હાલ મોરબીના રાપરમાં રહીને મજુરી કરતા અફસરભાઈ નીનામાં નામના ભીલ પરિવારનું બે વર્ષનું બાળક લક્ષ્મણ નીનામા ગત રાત્રીના સમયે ગામમાં રમતું હોય ત્યારે રમતા રમતા રેતીમાં દટાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે બાળકના અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

