Billboard ad 1150*250 Billboard ad 1150*250

લીલાપર ચોકડી નજીક રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, મહિલાનું નામ ખુલ્યું

મોરબી પંથકમાં દેશી વિદેશી દારૂના ધૂમ વેચાણ થઇ રહ્યા છે ત્યારે રાત્રીના લીલાપર ચોકડી નજીકથી રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે બેને એલસીબી ટીમે ઝડપી લીધા છે

મોરબી એલસીબી ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ચોકડી નજીકથી પસાર થતી રીક્ષા નં જીજે ૦૩ એઝેડ ૯૪૬૮ માં દેશી દારૂનો જથ્થો હોય જે બાતમીને પગલે રિક્ષાને આંતરી તલાશી લેતા પાછળની સીટમાં પ્લાસ્ટિક બાચકામાં ૫૭ લીટર દેશી દારૂ કીમત ૧૧૪૦ મળી આવતા એલસીબી ટીમે રીક્ષા સહીત ૬૧,૧૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

તે ઉપરાંત રીક્ષામાં સવાર આરોપી મનુભાઈ ઉર્ફે મુકેશ કરશનભાઈ વરાણીયા અને બાબુભાઈ ભગાભાઈ લાકડીયા રહે. બંને ઇન્દિરાનગર મોરબી વાળાને ઝડપી લેવાયા છે તેમજ દેશી દારૂનો જથ્થો આરોપી ગોદાવરીબેન ગજાભાઈ કોળીને આપવા જતા હોવાની કબુલાત આપતા મહિલા આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat