મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપાર કરાયેલ બે મહિલા આરોપી ઝડપાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી એસઓજી ટીમે આજે પેટ્રોલિંગ દરમિયાન પાંચ જીલ્લામાંથી હદપાર કરાયેલ બે મહિલા આરોપીને ઝડપી લઈને હદપારી હુકમ ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણા, ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ ઝીલરીયા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી અને મહિલા લોકરક્ષક પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય

દરમિયાન સબ ડીવી. મેજી. મોરબીના હદપારીના હુકમથી મોરબી, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ જીલ્લામાં એક વર્ષ માટે હદપાર કરેલ મહિલા આરોપી રૂખીબેન રાજેશભાઈ કોળી રહે ઇન્દીરાનગર મોરબી-૨ હાલ સોયકી તા. વિરમગામ અને ગોદાવરીબેન ગજાભાઈ કોળી રહે ઇન્દીરાનગર મોરબી-૨ હાલ સોયકી તા. વિરમગામ એ બંને મહિલાને ત્રાજપર ચાર રસ્તાથી ઇન્દીરાનગર જવાના કાચા રસ્તેથી મળી આવતા હદપારી હુકમ ભંગ કરતા ધોરણસરની કાર્યવાહી કરી બી ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાવ્યો છે  

Comments
Loading...
WhatsApp chat