વાહનચોર ગેંગનો તરખાટ, મોરબીમાંથી વધુ બે બાઈક ચોરાયાની ફરિયાદ

મોરબી પંથકમાં વાહનચોરી કરતી ગેંગનો તરખાટ યથાવત છે અને વધુ બે બાઈક ચોરી થતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીમાં બાઈકચોરીના પ્રથમ બનાવમાં ઘૂટું રોડ પાર હરિઓમ પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર ગોરધનભાઈ પ્રજાપતિનું ઘર પાસે પાર્ક કરેલ હોન્ડા મોટરસાયકલ નં જીજે ૩૬ એચ ૭૩૩૪ કીમત ૩૫ હજારવાળું કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો છે જયારે બીજા બનાવમાં મોરબીના લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરીમાં રહેતા અલ્પેશ મુકુન્દભાઈ સુથારે ફરિયાદ નોંધાવી છે કે શનાળા રોડ પર વિશ્વકર્મા સોસાયટી પાસે તેનું હોન્ડા નં જીજે ૧૦ bike ૬૪૦૧ કીમત ૧૫૦૦૦ પાર્ક કર્યું હતું જે કોઈ ચોરી ગયું છે પોલીસે બંને બાઈક ચોરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat