Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા નજીકથી રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

 

ટંકારા પોલીસ મથક વિસ્તારમાંથી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી તમામ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા,ડીવાયએસપી અતુલકુમાર બંસલ અને સીપીઆઈ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના પીએસઆઈ એસ એમ રાણાની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીએનજી રીક્ષા જીજે ૦૩ બિયું ૨૩૦૧ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી તેમાંથી વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂની બોટલ કુલ નંગ-૮૬ કીમત રૂ.૨૬૬૦૦ સાથે સી એન જી રીક્ષા કીમત રૂ.૩૫૦૦૦ સાથે આરોપી તેજસ ઉર્ફે લાલો જયંતીલાલ જીવરાજાણી રહે-ગાંધીધામ રાજકોટ અને ઋત્વિક ચંદ્રેશભાઈ ધધડા રહે-જંગલેસ્વર રાજકોટ વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat