Billboard ad 1150*250

મોરબી જીલ્લા સેવાસદનમાં બે-બે માસથી લીફ્ટ બંધ

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આચારસંહિતાને પગલે કોન્ટ્રાકટ રીન્યુ

Post ad 2

ના થયો હોવાનો અધિકારીનો સુર

        મોરબીને જીલ્લાનો દરજ્જો મળ્યા છતાં જીલ્લા કક્ષાની સુવિધા નાગરિકોને આજે પણ મળતી નથી નવરચિત મોરબી જીલ્લામાં કહેવા ખાતર જીલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થઇ છે જ્યાં હજુ પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આવી જ સ્થિતિ જીલ્લા સેવાસદનની છે જ્યાં લીફ્ટ બે બે માસથી બંધ છે

        મોરબી જીલ્લા સેવાસદન કચેરીમાં છેલ્લા બે માસથી લીફ્ટ બંધ પડી છે જીલ્લા કલેકટર જ્યાં બેસે છે તે કચેરીની લીફ્ટ બે બે માસથી બંધ છે છતાં ચાલુ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોય તે સાંભળીને આંચકો જરૂર લાગશે પરંતુ મોરબી જીલ્લાની આ જ નક્કર હકીકત છે બે માસથી બંધ લીફ્ટ ચાલુ કરવાની કોઈએ દરકાર લીધી ના હોય અને લીફ્ટ બંધ જ છે લીફ્ટ બંધ હોવા મામલે અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ લોકસભા ચુંટણીની આચારસંહિતા લાગુ હોવાથી કોન્ટ્રાકટ રીન્યુ થઇ શક્યો ના હતો અને આ કારણથી જ લીફ્ટ બંધ છે જોકે જીલ્લા સેવાસદન કચેરીમાં લીફ્ટ મામલે તંત્ર આટલું બેદરકારી દાખવતું હોય ત્યારે નાગરિકોની સુવિધા માટે તંત્ર કેટલું ગંભીર છે તે સમજી સકાય તેમ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat