Billboard ad 1150*250 Billboard ad 1150*250

કંડલા બાયપાસ નજીક ડીવાઈડર સાથે અથડાયા બાદ બે ટ્રક પલટી ગયા

ટ્રકને હટાવવા ક્રેઇન બોલાવવી પડી, ટ્રાફિક ક્લીયર કરાવવા પોલીસની મથામણ

મોરબીના અકસ્માત ઝોન બની ગયેલા નવલખી ફાટક નજીક ડીવાઈડર સાથે અથડાયા બાદ બે ટ્રક પલટી મારી ગયા હતા અને બે ટ્રક પલટી મારી જતા રોડ બ્લોક થતા ટ્રાફિકજામ સર્જાયો છે જેથી ટ્રાફિક ક્લીયર કરાવવા પોલીસ મથામણ કરી રહી છે

મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી જતા રોડ પાર વચ્ચે આવતી ડીવાઈડર સાથે એક ટ્રેઇલર અથડાયા બાદ પલટી મારી ગયું હતું તેમજ એક ડમ્પર પણ પલટી ગયું હોય મોડી રાત્રીના સમયે બે વાહનો રોડ પર ઊંઘા પડતા વહેલી સવારે ચક્કાજામ સર્જાયો હતો જકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

તો ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.આર.વાઘેલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ક્રેઇન બોલાવી ક્રેઇનની મદદથી ટ્રાફિક ક્લીયર કરાવવા મથામણ કરી રહ્યા છે તો આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે

Comments
Loading...
WhatsApp chat