

બનાવની મળતી વિગત મુજબ મોરબી નજીક નેશનલ હાઇવે પર ટાઇલ્સ ભરેલા બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક રોડ પર પલ્ટી મારી જતા. ટ્રકમાં ભરેલી ટાઇલ્સ રોડ પર જોવા મળી હતી. આ અકસ્માતમાં બંને ટ્રકમાં પણ મોટું નુકશાન થયું છે. જોકે સદનસીબે બંને ટ્રક ચાલકોને સામાન્ય ઇજા જ પોહચી હતી. અને કોઈ જાનહાનિ થઇ નોહતી. જયારે અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક પોલીસ દોડી આવી હતી .