Billboard ad 1150*250

મોરબીમાં ચેન સ્નેચિંગના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્શો રાજકોટ પોલીસના હાથે ઝડપાયા

0 99
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીમાં બે સ્થળે બનેલા ચેન સ્નેચિંગના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમો રાજકોટ પોલીસના હાથે ઝડપાયા હોય જે બંને ઈસમોનો કબજો મેળવીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપ ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈની ટીમ ચીલઝડપના બનાવોમાં આરોપીને ઝડપી લેવા તપાસમાં હોય દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી રાજવીર ઉર્ફે રાજો વલકુભાઈ ધાંધલ રહે પોલારપર રોડ મેલડીમાં મંદિર પાસે જસદણ જી રાજકોટ અને રવિ ઉર્ફે ભૂરો નટુભાઈ મિસ્ત્રી રહે જસદણ જી રાજકોટ વાળાનો રાજકોટ ખાતેથી કબજો મેળવીને ગયેલ મુદામાલ સોનાની માળા કીમત રૂ ૧ લાખ સાથે તેમજ અઢી તોલા સોનાના ચેનના ઢાળિયા કીમત રૂ ૫૦ હજાર ના મુદામાલ સાથે ઝડપી ધોરણસર અટકાયત કરેલ છે

        આ કામગીરીમાં એ ડીવીઝન પી આઈ આર જે ચૌધરી, પીએસઆઈ વી કે ગોંડલીયા, એન એચ છૈયા, નિર્મળસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા અને પ્રભાતભાઈ ચાવડા સહિતના રોકાયેલ હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat