



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
કપડા ધોવા ગયેલી બહેનોના મોતથી અરેરાટી
મોરબી નજીક આવેલા ટીંબડી ગામના તળાવમાં કપડા ધોવા ગયેલી બે સગી બહેનોના ડૂબી જવાથી મોત થતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીંબડી ગામના રહેવાસી સોનીબેન શંકરભાઈ ખીયાણી (ઉ.વ.૧૨) અને હિરુબેન શંકરભાઈ અખિયાણી (ઉ.વ.૧૬) નામની બે બહેનો આજે બપોરના સુમારે તળાવમાં કપડા ધોવા ગઈ હોય ત્યારે કોઈ કારણોસર તળાવમાં ડૂબી જતા બંને બહેનોના કરુણ મોત નીપજ્યા છે બંને બહેનોના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયા છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



