


વાંકાનેરમાં ગામની સીમમાં માલઢોર ચરાવવા નીકળેલા મહિલાના ઘેટા બકરા ખેતરમાં ઘુસી ગયા હોય જે મામલે બોલાચાલી કરીને બે ઇસમોએ મહિલાને લાકડીથી માર મારતા ફરિયાદ નોંધાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોનીબેન વિનુભાઈ દેવીપુજક નામની મહિલા ખીજડીયા ગામની સીમમાં તેના માલઢોર ચરાવતી સાંજના સમયે દીકરી પાયલ સાથે પરત આવતા હતા ત્યારે ઘેટા બકરા આરોપી રફીક શેરશીયા રહે. ખીજડીયારાજ વાળાના ખેતરમાં ઘુસી ગયા હોય જે મામલે માલઢોરને પાછો વાળવા આરોપીએ કહેતા બોલાચાલી થતા આરોપી અને તેની સાથે રહેલા અજાણ્યા ઇસમેં મહિલાને લાકડીથી માર મારી પગમાં તથા નાકના ભાગે ઈજા પહોંચાડી છે. વાંકાનેર પોલીસે જીલ્લા મેજી.ના હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

