


મોરબી પંથકમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસની ટીમ સતત દોડધામ કરી રહી છે જેમાં તાલુકા પોલીસે ગુંગણ ગામ નજીકથી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી લઇ મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય દરોડામાં એક આરોપીને ઝડપી લઈને દારૂનો જથ્થો ઝડપી લીધો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલની ટીમે ગુંગણ ગામ નજીકથી અલ્ટો કાર નં જીજે ૩૬ એફ ૪૨૩૮ ને આંતરી તલાશી લેતા કારમાંથી ૬૦ નંગ વિદેશી દારૂની બોટલ કીમત રૂ ૨૭,૭૨૦ મળી આવતા કાર કીમત ૨ લાખ સહીત કુલ ૨,૨૭,૭૨૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી મયુર બટુક વાઘેલા (ઉ.વ.૩૦) રહે. પીપળી અને મહાવીરસિંહ બટુકસિંહ જાડેજા રહે. ગુંગણ એ બંને ઇસમોને ઝડપી લેવાયા છે જયારે આદમ સલીમ મિયાણા રહે. પીપળી અને મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા એ બંને આરોપીના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
જયારે બીજા દરોડામાં ગુંગણ ગામની સીમમાં તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો કરતા ગામની સીમમાં વાડીના શેઢા નજીક ઘાસના ઢગલામાં પ્લાસ્ટીકના બાચકામાં છુપાવી રાખેલો ૭૬ નંગ વિદેશી દારૂની બોટલ કીમત ૨૫,૦૫૦ મળી આવતા તાલુકા પોલીસે આરોપી બલદેવ ઘોઘાભાઇ સાતોલા રહે. કૃષ્ણનગર ગુંગણ વાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી પ્રવીણ ઉર્ફે પવો સતાભાઈ ઉપસરીયા રહે. ગુંગણ તા. મોરબી અને ભૂપત ઉર્ફે ભોળો દેવજી કુંભારવાડિયા રહે. ફડસર તા. મોરબી વાળાના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે