વાંકાનેરમાં બે સ્થળે જુગાર દરોડા, સાત આરોપી ઝડપાયા,ચાર નાસી છૂટ્યા

વાંકાનેર પોલીસ અને એલસીબી ટીમે કરી દરોડા કાર્યવાહી

વાંકાનેર શહેર અને પંથકમાં બે સ્થળે જુગારના દરોડા કરવામાં આવ્યા હતા જેમાં કુલ સાત આરોપીને દબોચી લઈને સવા લાખની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે જયારે ચાર આરોપી નાસી છૂટ્યા હોય જેને ઝડપી લેવા કવાયત આદરી છે

મોરબી એલસીબી ટીમે ગત મધરાત્રીના સમયે વાંકાનેરના તરકીયા ગામની સીમમાં વાડીની બાજુમાં ખરાબાની જાહેર જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અશોક વિહાભાઇ રાઠોડ, જેન્તી ગાંડું ભૂસડીયા, દિનેશ ખીમજી ધોરીયાણી એમ ત્રણને ઝડપી લીધા હતા જયારે અન્ય ચાર ઈસમો મોટરસાયકલ મૂકી ફરાર થયા હતા એલસીબી ટીમે ત્રણ આરોપીને દબોચી લઈને રોકડ ૨૫,૪૦૦ ત્રણ મોબાઈલ કીમત ૧૫૦૦ અને ચાર મોટરસાયકલ કીમત ૮૦,૦૦૦ મળી કુલ ૧,૦૬,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે ફરાર આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

તો વાંકાનેરની ભાટિયા સોસાયટી પાછળ મચ્છુ નદીમાં ઘોડી પાસાનો હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો કર્યો હતો જેમાં આરોપી રાઘવ ભરત મકવાણા, હેમત ગુણવંત ભાયાણી, યુનુશ શરીફ સંધી અને અકીલબાબા એમ ચારને ઝડપી લઈને ૧૭,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat