માળિયાના નીરૂબેનનગર ગામના પાટિયા નજીકથી કારમાં દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

દારૂનો જથ્થો, કાર સહીત ૫.૧૮ લાખનો મુદામાલ જપ્ત

 

 

        આમરણથી માળિયા હાઈવે રોડ પરથી નીરૂબેનનગર ગામના પાટિયા નજીકથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૩૨ બોટલનો જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને દારૂનો જથ્થો, કાર સહીત ૫ લાખથી વધુની કિમતનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે

        માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા હાઈવે પરથી ઇકો સ્પોટ કારમાં દારૂની હેરાફેરીની માહિતી મળતા ટીમે વોચ ગોઠવી હતી જેમાં આમરણથી માળિયા તરફ આવતી કાર જીજે ૦૬ એમડી ૬૮૮૬ ને નીરૂબેનનગર ગામના પાટિયા નજીક આંતરી લઈને પોલીસે તલાશી લીધી હતી જેમાં કારમાંથી વિવિધ બ્રાંડની દારૂની બોટલ નંગ ૨૩૨ મળી આવતા પોલીસે ૨ લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો, કાર કીમત રૂ ૩ લાખ અને ત્રણ મોબાઈલ કીમત રૂ ૧૦,૫૦૦ મળીને કુલ રૂ ૫,૧૮,૩૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે

        અને કારમાં સવાર આરોપી કૃષ્ણદેવસિંહ ગીરવાનસિંહ ગોહિલ (ઉ.વ.૩૭) રહે ધારડી તા. તળાજા ભાવનગર જીલ્લો અને ચેતન ભગતભાઈ બારૈયા (ઉ.વ.૨૮) રહે સરતાનપર તા. તળાજા જી ભાવનગર એમ બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

              જે કામગીરીમાં માળિયા પીએસઆઈ બી ડી જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, મહિપતસિંહ સોલંકી, ભોજરાજસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, સમરથસિંહ ઝાલા, વિપુલભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા અને દશરથસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી   

Comments
Loading...
WhatsApp chat