મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા બે શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે.ત્યારે તાજેતરમાં અલગ અલગ સ્થળેથી જાહેરનામાનો ભંગ કરતા બે શખ્સો ઝડપાયા હતા.

મોરબીમાં આરોપી ભાવેશભાઇ ઉર્ફે ભાવલો રાજભાઇ ગમારા શોભેશ્વર રોડ ઉપર ઇરોઝ કારખાના તરફ જતા રસ્તે વળાંકે જાહેર રોડ ઉપર પોતાના પેન્ટના નેફામાં પ્લા.ના હાથાવાળી તીક્ષ્ણ ધારવાળી છરી રાખી મળી આવ્યો હતો.

માળીયામાં આરોપી અકબર સલેમાન સોતા નવા નવલખી ગામ પાસે રોડ પર પોતાના પેન્ટના નેફામાં સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી હથિયાર મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat