Billboard ad 1150*250

મોરબીમાં બે અને ટંકારામાં એક સ્થળે અકસ્માત, પાંચને ઈજા-એકનું મોત

0 892
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી કંડલા હાઈવે પર સ્વીફ્ટ કારની ઠોકરે બે મહિલા સહીત ત્રણને ઈજા

        મોરબીના પાનેલી ગામના રહેવાસી ભરતભાઈ મહાદેવભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના મોટરસાયકલ જીજે ૦૩ બીઆર ૮૪૯૨ લઈને મોરબી કંડલા હાઈવે પરથી આશાપુરાથી પાનેલી આવતા હોય ત્યારે સ્વીફ્ટ કાર નં જીજે ૩૬ એફ ૫૬૧૪ ના ચાલકે મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા ફરિયાદીને ઈજા પહોંચાડી છે તેમજ ફરિયાદીની ભત્રીજી કાજલબેન અને ભાવનાબેનને ઈજા પહોંચાડી હતી અને કારચાલક કાર મૂકી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Post ad 2

ટંકારાના વીરપર નજીક સ્કોર્પીઓ અને ઇકો કાર અથડાઈ

        મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસી વિજયસિંહ અજુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વીરપર ગામ પાસે ફરિયાદી પોતાની ઇકો કાર નં જીજે ૩૬ એલ ૧૯૩૧ લઈને મોટાભાઈ અનિરુદ્ધસિંહની સારવાર માટે રાજકોટ જતા હોય ત્યારે તેની સાથે ફરિયાદીનો દીકરો દક્ષરાજસિંહ અને ભત્રીજો દિગ્વિજયસિંહ સાથે હતા અને વીરપર પાસે સ્કોર્પીઓ કાર નં જીજે ૧૩ એબી ૫૧૧૧ ના ચાલકે તેની કાર ઇકો સાથે ભટકાડતા ફરિયાદીને તેમજ તેના દીકરા દક્ષરાજસિંહને ઈજા પહોંચાડી છે

મોરબીના નવલખી રોડ પર અકસ્માતે ઘવાયેલા આધેડનું મોત

        માળિયાના મોટાભેલા ગામના રહેવાસી પ્રતાપભાઈ શંકરભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રોજ બોલેરો ચાલક ધીરૂભાઈ બચુભાઈ મિયાત્રા રહે નાની બરાર તા. માળિયા વાળાએ તેની બોલેરો પુરઝડપે ચલાવી સામેથી આવતી રીક્ષા નં જીજે ૩૬ યુ ૨૭૮૮ સાથે અથડાવતા દેવરાજભાઈ શંકરભાઈ ખાંભડીયા રહે રફાળેશ્વર તા. મોરબી વાળાને ગંભીર ઈજા કરતા સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat