



મોરબીના મકનસર ગામમાં મશ્કરી કરવાની ના કહેનાર યુવાનને બે શખ્શોએ લોખંડનાં પાઈપ ઝીંકી દઈને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના નવા મકનસર ગામના રહેવાસી કિશોર હકાભાઇ ઉર્ફે બાબુભાઈ દેગામાં કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાસુદેવ રમેશ દેગામાં તેની મશ્કરી કરતો હોય અને તેને મશ્કરી કરવાની ના કહેતા ઉશ્કેરાય ગયેલા આરોપી વાસુદેવ રમેશ દેગમાં અને રમશે દેગામા રહે બંને નવા મકનસર વાળાએ લાકડી અને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી છે



