


કચ્છના સામખીયારીથી મોરબી આવી રહેલા પરિવારને ગાળા નજીક અકસ્માત નડ્યો હતો જેમાં ઇકો કારની ટ્રક સાથે અથડામણ સર્જાતા ઇકો કારમાં સવાર છ ને ઈજા પહોંચી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુસ્લિમ પરિવાર ઇકો કાર નં જીજે ૧ કેએસ ૮૩૦૩ માં મોરબી તરફ આવતો હોય ત્યારે ગાળા ગામ નજીક ટ્રક નં જીજે ૧૨ એટી ૯૧૩૦ સાથે ઇકો કાર અથડાઈ હતી જેમાં ઇકો કારમાં સવાર સદામ કાસમ જેડા (ઉવ ૨૮), અબ્બાસ રસુલ મોવર (ઉવ ૨૫), સલીમ અબ્દુલ મોવર (ઉવ ૨૮) હલીમાબેન અબ્દુલભાઈ મોવર (ઉવ ૫૫), હાજરાબેન રસુલભાઈ મોવર (ઉવ ૬૦) અને અબ્દુલભાઈ દાઉદભાઈ મોવર (ઉવ ૬૦) એમ છ ને ઈજા પહોંચી છે
મુસ્લિમ પરિવાર મોરબીમાં રહેતો હોય અને ઉર્ષ કરી સુરજબારીથી પરત આવતા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો તો ટોરસ ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે