


અકસ્માતો માટે કુખ્યાત પીપળી રોડ પર ગત રાત્રીના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકમાં સવાર દંપતી અને બે કુમળી વયના બાળકોને ટ્રકના ચાલકે ઠોકર મારતા માતાપિતા અને બે બાળકો ગંભીર રીતે ઘવાતા ચારેયને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા.
મોરબીના પીપળી રોડ પર ગત રાત્રીના સમયે શ્રમિક દલસિંગ નીનામાના બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઇકચાલક દલસિંગ નીનામાં તેમના પત્ની રજનીબેન નીનામાં, પુત્ર અજય (ઉ.વ.૦૨) અને પુત્રી અંજલિ (ઉ.વ.૧૦ માસ) ને ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા
જોકે સારવાર દરમિયાન અકસ્માતમાં બુરી રીતે ઘવાયેલા શ્રમિક દંપતીના કુમળી વયના બાળકો અજય અને અંજલિ નામના બન્ને ભાઈ બહેનનું મૃત્યુ થતા શ્રમિક દંપતી પર આભ તૂટી પડ્યું હતું અને કરુણ કલ્પાંતના દ્રશ્યો સર્જાયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

