મોરબીમાં બે લોકો બન્યા ઓનલાઈન ફ્રોડનો શિકાર, જાણો પછી એલસીબી ટીમે કેવી રીતે મદદ કરી ?

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીમાં મહીલા સહીત બે વ્યક્તિ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા હોય અને ઓનલાઈન રકમ ટ્રાન્સફર થઇ ગઈ હોય જે મામલે એલસીબી ટેકનીકલ ટીમે બંનેને રકમ પરત અપાવી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતા પાયલબેન કણઝારીયાના બેંક એકાઉન્ટમાંથી ગત તા. ૦૩-૦૭ ના રોજ મોબાઈલમાં ફ્રોડ કોલ કરી એટીએમ કાર્ડની વિગતો મેળવી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ૬૫,૩૪૦ તથા વિરલભાઈ પાનેરીના ક્રેડીટ કાર્ડને લગતી વિગતો મેળવી ૪૧,૫૫૩ ની ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા જે બનાવ અંગે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે ટ્રાન્જેક્શનની માહિતી એકત્રિત કરી ઓલાકેબ તથા મોબીક્વિક નામના વોલેટમાં ટ્રાન્સફર થઇ હોવાની માહિતી મેળવી હતી અને બંને વોલેટ ફરીદ કરવા તેમજ રૂપિયા પરત મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરી યોગ્ય કાર્યવાહી કરતા પાયલબેન કણઝારીયાના બેંક ખાતામાં રૂ ૮૦૦૦ અને વિરલકુમાર પાનેરીના બેંક ખાતામાં ૧૦,૦૯૩ રકમ પરત અપાવી છે

        આ કામગીરીમાં એલસીબી ટેકનીકલ સેલના પીએસઆઈ એ ડી જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા અને અશોકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો  

Comments
Loading...
WhatsApp chat