તડીપાર મહિલા બુટલેગર સહિતના બે આરોપી દેશી દારૂ સાથે ઝડપાયા

૯૦૦ લીટર દેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત

        મોરબી તેમજ રાજકોટ સહિતના પાંચ જીલ્લામાંથી બાર મહિના માટે તડીપાર કરાયેલી મહિલા બુટલેગર સહિતના બે શખ્શોને બી ડીવીઝન પોલીસે દેશી દારુના જથ્થા સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે

        લોકસભા ચુંટણી નજીક છે ત્યારે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી હદપાર કરાયેલ ઇસમોને તથા લીસ્ટેડ બુટલેગરોને ચેક કરવાની સુચના અન્વયે ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયાની ટીમના પરેશભાઈ પરમાર, કિશોરદાન ગઢવીને મળેલ બાતમીને આધારે મોરબી સહીત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ (ભુજ) તથા જામનગર જીલ્લામાંથી બાર મહિના માટે હદપાર થયેલ મહિલા બુટલેગર સોનલબેન અબ્બાસભાઈ કટિયા (ઉ.વ.૩૨) રહે માળિયા વનાળીયા સોસાયટી સો ઓરડી વાળી આરોપી સાથે સુલતાન રસુલ કટિયા (ઉ.વ.૨૫) રહે માળિયા વાલાને દેશી દારૂ લીટર ૯૦૦ કીમત રૂ ૧૮,૦૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        આ કામગીરીમાં બી ડીવીઝન ટીમના ક્રિપાલસિંહ ચાવડા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ભાનુભાઈ બાલાસરા, વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, રમેશભાઈ મિયાત્રા અને ભગીરથભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી 

Comments
Loading...
WhatsApp chat