મોરબી શહેરમાં આજે કોરોનાના નવા બે કેસ, બે દર્દી સ્વસ્થ થયા

 

મોરબી શહેરમાં આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા છે તો બે દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

મોરબી શહેરમાં આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા છે જેમાં મોરબી શહેરના રહેવાસી ૫૭ વર્ષની મહિલા અને ૫૪ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેમાં મહિલા દર્દીએ રસીનો એકપણ ડોઝ લીધો નથી જયારે પુરુષે બંને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું છે મહિલા તાજેતરમાં અમદાવાદ જયારે પુરુષની હરિદ્વારની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે તો આજે બે દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૦૩ રહ્યો છે

 

Comments
Loading...
WhatsApp chat