


મોરબીના વિસીપરા વિસ્તાર તેમજ આમરણ ગામેથી બે મોટરસાયકલ ચોરી થયા હોય જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરાના રહેવાસી અશ્વિનભાઈ જયંતીભાઈ કોળી (ઉ.વ.૨૮) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે વિસીપરામાં રામદેવપીર મંદિર પાસેથી તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ ઈ ૧૪૪૩ કીમત રૂ ૩૦,૦૦૦ અજાણ્યો ઇસમ ચોરી ગયો છે જયારે અન્ય બાઈક ચોરીમાં આમરણ ગામના ગોપાલભાઈ બચુભાઈ ગમારાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ઘર પાસેથી તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ જે ૮૮૦૩ વાળું કીમત રૂ ૩૫,૦૦૦ અજાણ્યો ઇસમ ચોરી ગયો છે પોલીસે બંને બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ આદરી છે