Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સિંચાઈ કોભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ, મંગળવાર સુધીના રિમાન્ડ પર

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે નિવૃત મદદનીશ ઈજનેર અને ખાનગી પેઢીના સંચાલકની ધરપકડ કરવામાં આવ્યા બાદ રિમાન્ડ દરમિયાન સમગ્ર કોભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેના ખુલાસા થયા છે જેને પગલે પોલીસે વધુ બે આરોપી ભરતભાઈ અને ગણેશભાઈ જે મંડળી સાથે જોડાયેલા છે તેની અટકાયત કરી છે તો મંડળીઓ પર ગાજ વરસતી જોયા બાદ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે અને કાનૂની ગાળીયો તેના કોલર સુધી પહોંચે તે પૂર્વે જ આગોતરા જામીન મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે

તો મોરબી નાની સિંચાઈ ભ્રષ્ટાચાર મામલે અગાઉ નિવૃત મદદનીશ ઈજનેર સહિતના બેની અટકાયત કરી બંને આરોપી હાલ વધુ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે ત્યારે વધુ બે આરોપીને ઝડપી લેવાયા છે જેમાં વેગડવાવના રહેવાસી ભરત રવજી રાઠોડ જે માલણીયાદ મંડળીના અગ્રણી છે તો તેના જ નજીકના સગા ગણપત ઉર્ફે ગણેશ રાઠોડની પણ પોલીસે અટકાયત કરી છે પોલીસે ભરત રાઠોડ અને ગણેશ રાઠોડની અટકાયત કરી તેને કોર્ટમાં રજુ કરતા મંગળવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે અને ધરપકડનો સિલસિલો ચાલુ રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat