Billboard ad 1150*250

મોરબીના રવાપર જમીન કૌભાડમાં વધુ બે આરોપી ઝડપ્યા બે દિવસના રિમાન્ડ પર

0 1,419
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના રવાપર ગામે આવેલ સરકારી ખરાબાની કરોડો રૂપિયાની કીમતી જમીનને હડપ કરવા માટે કરવામ આવેલા કૌભાંડમાં વધુ બે શખ્સોને પોલીસ ધરપકડ કરી છે  શખ્સોએ ખોટા દસ્તાવેજ, ખોટા હુકમો અને ખોટા સહી સિક્કા સાથે સરકારી રેકર્ડ ઉભુ કર્યું હતું અને જે વ્યક્તિને નામે સરકારી ખરાબાની જમીનને ચડાવવામાં આવી હતી તેની પાસેથી સમયાંતરે લાખો રૂપિયા પડાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે

મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનને હડપ કરી લેવા માટેનું કારસો રચવામાં આવ્યો હતો. મોરબીના નાયબ મામલતદાર દ્વારા બી-ડીવીઝન પોલીસ સ્ટેશને બોગસ સરકારી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી આ ગુનામાં બી ડીવીઝન પોલીસ દ્વારા ચાર દિવસ પહેલા મોરબીમાં ટાઈલ્સ ટ્રેડીંગનું કામ કરતા કમલેશ બોપલીયાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા દરમ્યાન તેને બોગસ સરકારી દસ્તાવેજ બનાવી આપનારા શખ્સોએ તેની પાસેથી સમયાંતરે કુલ મળીને ૧૨ લાખ જેટલી રકમ પડાવી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.આ સરકારી ખરાબાની જમીનના ખોટા દસ્તાવેજ, ખોટા હુકમો અને ખોટા સહી સિક્કા સાથે સરકારી રેકર્ડ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને રવાપર ગામના રહેવાસી કમલેશ બોપલીયા નામના શખ્સોના નામે સરકારી જમીન કરવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. આરોપીએ રવાપર ગામ ના સર્વે નંબર ૫૬ વાળી માલિકીની જમીન તથા સર્વે નંબર ૫૮ ની સરકારી ખરાબાની જમીનના ખોટા સરકારી હુકમો કમલેશ બોપલીયાના નામે કરી આપ્યા હતા જેથી બી-ડીવીઝનના પીઆઈ આઈ.એમ.કોઢિયા, રાઈટર મહેશભાઈ ગઢવી અને  દશુભા પરમાર  દ્વારા આ ગુનામાં માં મૂળ દહીસરડા ગામના રહેવાસી અને હાલમાં શકત શનાળા ગામે રહેતા રવિ ત્રિભોવનભાઈ રાજપરા તેમજ આનંદનગર સોસાયટીમાં રહેતા તેના ભાઈ પીયુષ ત્રિભોવનભાઈ રાજપરાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે  રવિ અને પીયુષ બન્ને અગાઉ મોરબી પ્રાંત અધિકારીની ગાડીના કોન્ટ્રકમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને રવિએ ત્રણેક વર્ષ સુધી કામ કર્યું હતું જેથી તેને ખોટું બનાવટી સરકારી રેકર્ડ ઊભું કર્યું હતું અને જયારે આ કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યાં સુધી રવિનો ભાઈ પીયુષ પ્રાંત અધિકારીનો ડ્રાઈવર તરીકે હતો જો કે, ફરિયાદ કરવામાં આવી તે દિવસથી તેને નોકરી છોડી દીધી હતી તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે, સરકારી ખરાબાની જમીન કોઈને વેચી દઈને પોતાના આર્થિક લાભ માટે આ ખોટું રેકોર્ડ ઊભું કરવામાં આવ્યું હતું તેના બદલામાં રવિએ લાખો રૂપિયા કમલેશ પસેથી લીધા છે અને આજે બન્ને શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં બનેના બે દિવસના રિમાન્ડ પણ મજુર થયા છે તો આમ બીજી કોની સડોવની છે તેની તપાસ પોલીસ કરી છે જે જમીના કાગળો આ બને ભાઈઓએ ૧૮ લાખમાં નક્કી કર્યા હતા તે જમીન કીમત કરોડો રૂપિયા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat