મોરબીના બે પોલીસ કર્મચારીઓએ માઉન્ટ એવરેસ્ટની બેઝીક તાલીમ પૂર્ણ કરી

 

મોરબી જીલ્લા પોલીસના બે કર્મચારીઓએ માઉન્ટ એવરેસ્ટની બેઝીક તાલીમ પૂર્ણ કરી છે જેમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ૨૪ કલાક જેટલા સમય સુધી સતત ચડાઈ કરી સમુદ્ર તળથી ૧૫,૮૦૦ ફૂટ ઉંચાઈ પર આવેલ મનાલી પીક, લદાખી પીક અને સેતીધાર પીકના બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા

ભૂમિકાબેન ભૂત અગાઉ સતત ચાર વર્ષથી ગીરનાર પર્વત પર યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ જીત્યા છે તેમજ અલગ અલગ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી ૨૨ જેટલા ગોલ્ડ મેડલ, ૦૨ સિલ્વર મેડલ અને ૦૧ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે

જયારે પૃથ્વીરાજસિંહ જાડેજાએ અગાઉ વર્ષ ૨૦૧૯ માં ટંકારામાં અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાં પુરની સ્થિતિ હોય ત્યારે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા બે બાળકોને પોતાના ખભે બેસાડી પોતાના જીવના જોખમે પુરમાંથી બહાર કાઢ્યા હતા તેઓને પણ અલગ અલગ સંસ્થાઓ તરફથી અનેક મેડલ મળી ચુક્યા છે

Comments
Loading...
WhatsApp chat