વાંકાનેરમાં બે સ્થળે અકસ્માતમાં બે આધેડ ના મોત

અકસ્માતના પ્રથમ બનાવમાં વાંકાનેરના નવા ધમાલપરના રહેવાસી રાયસિંગભાઈ બાવરવાએ ફરિયાદ નોંધાવી છે કે તેના બાપુજી છગનભાઈ વાલજીભાઈ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી પોતાનું હોન્ડા મોટરસાયકલ નં જીજે ૩૬ સી ૦૭૭૦ લઈને જતા હોય ત્યારે સામેથી આવતા ડમ્પર નં જીજે ૧૬ ઝેડ ૩૧૯૨ ના ચાલકે તેને ઠોકર મારતા સારવાર દરમીયાન તેનું મોત નીપજ્યું છે જયારે બીજા બનાવમાં ફરિયાદી રાકેશભાઈ મણીલાલ લોરિયાએ જણાવ્યું છે કે તેના કાકા નરેશ મંગાભાઈ બજાજ મોટરસાયકલ નં જીજે ૭ એસી ૬૧૧૭ લઈને કુવાડવા નજીકથી જતા હોય જે દરમિયાન સામેથી આવતા અજાણ્યા આઈસરના ચાલકે તેને ઠોકર મારતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. વાંકાનેર પોલીસે બંને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat