જામનગર માળીયા હાઈવે પર ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઇસમો ઝડપાયા

 

જામનગર માળિયા હાઈવે પર ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઈસમોની એલસીબી પોલીસે ધરપકડ કરી રૂપિયા ૩૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોરબી એલસીબી ટીમના પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે જે ચૌહાણ અને પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસકર્મી ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં અમુક ઇસમો ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા જ્યાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીયા અને વિનોદ મેવાલાલ પટેલ ચોરીના મુદામાલ સાથે મળી આવ્યા હતા.

જ્યાં પોલીસે ટેન્કર GJ-12-BI-2579 રૂપિયા ૧૫,૦૦,૦૦૦,ટેન્કરમાં ભરેલ ડીઝલ આશરે ૨૪,૦૦૦ લીટર કિંમત રૂપિયા ૨૩,૭૯,૯૩૬, ટેંકરોમાંથી કાઢેલ નાના મોટા કેરબા નંગ-૦૪ જેમાં આશરે ૧૧૦ લીટર કિંમત રૂપિયા ૧૦,૧૨૦, રોકડા રૂપીયા-૨,૦૦૦ અને રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩૯,૦૨,૦૫૬નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની સઘન પુછપરચમાં આ ગુનામાં સંડોવાયેલ હકા બાબુભાઇ ચાવડાનું નામ પણ ખુલ્યું હતું. જેથી પોલીસ મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Comments
Loading...
WhatsApp chat