માળીયાના વેજલપર ગામે બે શખ્શોએ મહિલાને માર માર્યો



માળિયાના વેજલપર ગામે બે શખ્શોએ યુવાનને ગાળો આપી છરી બતાવી માર માર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
માળીયાના વેજલપર ગામના રહેવાસી બાબુભાઈ વિઠ્ઠલભાઈ ગડેશિયા (ઊવ ૫૫) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિનોદ લાલજી ઝીન્ઝુંવાડિયા, ડકુ ઘોઘજી ગડેશિયા રહે. બંને વેજલપર ગામ તા. માળિયા વાળાએ ફરિયાદીના ઘરે જઈને ગાળો આપી છરી બતાવી ફરિયાદીના પત્નીને ઢીકાપાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

